Monday, March 16, 2020

કોરોનાવાયરસ / Coronaviruses

કોરોનાવાયરસ એ સંબંધિત વાયરસનું એક જૂથ છે જે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં રોગોનું કારણ બને છે. મનુષ્યમાં, કોરોનાવાયરસ શ્વસન માર્ગના ચેપનું કારણ બને છે જે સામાન્ય રીતે હળવા હોય છે, જેમ કે સામાન્ય શરદીના કેટલાક કિસ્સાઓ (અન્ય સંભવિત કારણો વચ્ચે, મુખ્યત્વે રાયનોવાયરસ), જોકે ભાગ્યે જ સ્વરૂપો સાર્સ, મેર્સ અને કોવિડ -19 જેવા ઘાતક હોઈ શકે છે. અન્ય જાતિના લક્ષણો અલગ અલગ હોય છે: ચિકનમાં, તેઓ ઉપલા શ્વસન માર્ગના રોગનું કારણ બને છે, જ્યારે ગાય અને ડુક્કરમાં તેઓને ઝાડા થાય છે. માનવ કોરોનાવાયરસ ચેપને રોકવા અથવા તેની સારવાર માટે હજી રસી અથવા એન્ટિવાયરલ દવાઓ બાકી છે.





Watch This Vidio


કોરોના વાયરસ ની કોઇ દવા નથી એ શરીર માં જતો રહે ત્યારે શરીર એને મારી નાખવા પોતાનુ લશ્કર મેદાન માં ઉતારે છે. લોહી મા રહેલા શ્વેતકણો આ કામ કરે છે. આ કણો જાત જાતના રસાયણ બનાવવા લાગે છે અને કોરોના વાયરસ ઉપર એ અજમાવા લાગે છે. એમ કરતા કરતા પાંચમા, પચીસમા, કે પાંચસોમા પ્રયાસમાં એ સફળ થાય છે અને કોરોના વાયરસ નો નાશ કરનાર રસાયણ મળી જાય છે. આ રસાયણ શરીર પોતે જ બનાવી લે છે. એક વખત ખબર પડી જાય કે આ રસાયણ થી કોરોના વાયરસ નો નાશ થાય છે તો આખા શરીર મા આ રસાયણ બનાવી ને લોહી મા આપવાના સંકેત પહોંચી જાય છે. ધડાધડ રસાયણ બનવા લાગે છે અને શ્વેતકણો નું લશ્કર કોરોના વાયરસ ને શોધી શોધીને એ રસાયણ છાંટી ને એમનો નાશ કરવા લાગે છે. જોતજોતામાં કોરોના વાયરસ નું નામોનિશાન ભૂંસાઈ જાય છે.
ખાતરી રાખો આપણું શરીર કોષો નો નાશ કરવા પૂરેપુરુ સક્ષમ છે. જરૂર એટલી જ છે કે જ્યારે શરીર મા આ જબરદસ્ત કામ ચાલતુ હોય ત્યારે આપણે બીજુ કશું ન કરીએ અને શરીર ને આરામ આપીને કોરોના વાયરસ સામે લડવા દઈએ. નારંગી, મોસંબી, લીંબુપાણી વડે શરીર ને કોરોના નો નાશ કરનાર રસાયણ બનાવવામાં મદદ કરીએ. શરીર ના લશ્કર ને મારવામાં કોરોના વાયરસ ને મદદ મળે એવા ઠંડા, ગળ્યા અને તળેલા પદાર્થો બિલકુલ ન ખાઈએ. થોડી થોડી વારે પાણી પીતા રહીએ. બસ! આપણે શરીર ને આટલી જ મદદ કરવાની છે. આરામ એટલે કે બેડ રેસ્ટ લઈએ બીજા કોઈ ને એનો ચેપ ન લાગે. અને આપણે ઝડપ થી સાજા થઈએ.
કોરોના સામે જીતવાનું સરળ છે એટલા માટે જ 93% દર્દીઓ સાજા થઈ ગયા છે....

ક્રુપા કરી અને કોઈ અફવા ઉપર ધ્યાન ન આપો અને તમે પણ ખોટી અફવા ન ફેલાય એનુ ધ્યાન રાખશો...



No comments:

Post a Comment